તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી શહેરમાં જાહેર માર્ગો પર ગંદકીના ગંજ: રોગચાળાનો ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં જાહેર માર્ગો પર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. શહેરમાં પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે. ભારે દુર્ગંઘના પગલે લોકો ત્રાહિમાંમ પોકારી ઉઠ્યા છે. આગામી સમયમાં શહેરમાં રોગચાળો ફેલાય તેવો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

શહેરના ભીડભંજન ચોક સહિત વિસ્તામાં કચરાના ઢગમાં વરસાદી પાણી ભળી જતા ખરાબ ગંદકીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાલિકા દ્વારા વરસાદ થયા બાદ પણ કચરાનો નિકાલ ન કરવામાં આવતા આજુ બાજુના વિસ્તારોને ખરાબ દુર્ગંધનો સામનો કરવો પડે છે. જો ગંદકી પાલિકા દ્વારા હટાવવામાં નહી આવે તો આગામી સમયમાં મચ્છરના કારણે મલેરીયા અને ઝેરી તાવનો રોગચારો ફેલાય શકે છે.

ત્યારે શહેરમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળતા પાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે. ત્યારે શહેરને રોગચારામાંથી બચાવવા માટે પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

રોગચાળો ફેલાય તે પહેલા ગંદકી દૂર કરવા લોકોની માંગ.

અન્ય સમાચારો પણ છે...