તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલા શહેરમાં એનએસયુઆઈ દ્વારા સાયકલ સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા |સાવરકુંડલામાં એન.એસ.યુ.આઈ. દ્વારા દિવાળીબેન રૂગનાથભાઈ દોશી સાયકલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં એક હજાર કરતા પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સાયકલ સ્પર્ધા બહેનો માટે મહુવા રોડ સ્વામિનારાયણ મંદિરથી ગીરધરવાવ સુધી તેમજ ભાઈઓ માટે આનંદ હોટલ બાઢડા સુધી સાઈકલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં માનવ મંદિર પાગલ આશ્રમના ભક્તિરામબાપુ ગોંડલીયા, દિપકભાઈ માલાણી, વલ્લભભાઈ ઝીંઝવાડિયા, ગુજરાત એન.એસ.યુ.આઈ. પ્રમુખ મહિપતસિંહ ગઢવી, કેતનભાઈ ખુમાણ સહિત આગેવાનો હાજર રહી સાયકલ સ્પર્ધાને લીલીઝંડી આપી હતી. તસવીર-સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...