તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્રએ ભરેલી ફી 7 ટકા વ્યાજ સાથે પરત ચૂકવવા ગ્રાહક સુરક્ષાનો હુકમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દામનગરની સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુળમાં ખીજડીયા ગામના દિલીપભાઈ તેમના પુત્રને ધોરણ 11 કોર્મમાં અભ્યાસ માટે મુક્યો હતો. પણ વિદ્યાર્થીને બિમારીના કારણે શાળામાંથી એડમીશન રદ કરાવ્યું હતું.

જેના પગલે દિલીપભાઈ શાળાએ તેમણે ભરેલા રૂ.20750 પર લેવા ગયા તો સંચાલકોએ ફી પરત આપવાની ના પાડતા વાલીએ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી હતી.

જેનો ચુકાદો આવતા શાળાને 7 ટકા વ્યાજ સહિત ફી પરત આપવાનો હુકમ કર્યો હતો. તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસના રૂ. 4500 પર આપવા પણ હુકમ કર્યો હતો.

દિલીપભાઈએ તેમના પુત્ર યાજ્ઞીકને ધોરણ 11માં અભ્યાસ અર્થે મુક્યો હતો. પણ યાજ્ઞીકને બિમારી થતા ડોક્ટરે ઘરે સારવાર લેવાનું કહયું હતું. જેના પગલે વાલિએ એડમીશન રદ કર્યું હતું.

વાલીએ શાળા પાસે ફી પરત માંગતા થોડા દિવસમાં ફી પરત મળી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પણ શાળાએ સમય વિત્યા બાદ ફી પરત નહી મળે તેવું જણાવતા દિલીપભાઈએ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...