તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રિપોર્ટર | જૂનાગઢ/ અમરેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | જૂનાગઢ/ અમરેલી

જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં લાલપુર અને વેકરિયા ગામ વચ્ચે આજે બપોરે 2 વાગ્યે સાવરકુંડલાથી જૂનાગઢ આવતી જીજે 11 એક્સ 723 નંબરની બસનું વ્હીલ નિકળી જતાં બસ પલ્ટી ખાઇ ગઇ હતી. આથી બસનું છાપરું નિકળી ગયું હતું. અને બસના બે કટકા થઇ ગયા હતા. આ અકસ્માતમાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળેજ મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલાઓએ જૂનાગઢમાં સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢની એક ખાનગી ટ્રાવેલ્સની જીજે 11 એક્સ 723 નંબરની સિટી રાઇડ બસ આજે બપોરે સાવરકુંડલાથી જૂનાગઢ આવવા નિકળી હતી. બસ બપોરે 2 વાગ્યે વિસાવદર તાલુકાના લાલપુર અને વેકરિયા વચ્ચે પહોંચી ત્યારે તેનું ડાબી બાજુનું વ્હીલ નિકળી જતાં ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને તે પલ્ટી ખાઇ ગઇ હતી. આ બનાવમાં વાલજી પ્રેમજી મોલડીયા (રે. લાલપુર), ભીખાભાઇ નાથાભાઇ જોગડિયા (રે. જૂનાગઢ), સલીમ વલી મહંમદ બ્લોચ (રે. વિસાવદર) અને શામજી કાનજી મકવાણા (રે. જીરા, જિ. અમરેલી)નાં ઘટનાસ્થળેજ દબાઇ જવાને લીધે મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં સૌપ્રથમ નજીકના ગામોના લોકો દોડી આવ્યા હતા. અને 108 અને પોલીસને જાણ કરી હતી. દરમ્યાન 108 આવી પહોંચતાં આડી પડી ગયેલી બસને સીધી કરી બસમાંથી મૃતકો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. અને સારવાર માટે વિસાવદર સરકારી દવાખાને ખસેડ્યા હતા. જ્યાંથી 17 લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયા હતા. જ્યાં નયનાબેન વ્રજલાલ વડેરા (રે. ચલાલા) અને લાભુબેન ગોવિંદભાઇ (રે. વિસાવદર) નાં પણ મોત નિપજ્યા હતા. આથી મોતનો આંકડો 6 સુધી પહોંચ્યો હતો. જોકે, આ બનાવમાં 25 થી વધુ લોકો ઘાયલ થયા હતા પરંતુ કેટલાકે ખાનગીમાં સારવાર લીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, બસના ઉપરનું છાપરું જૂદું પડી ગયું હતું. અને આખી બસના બે કટકા થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ, સાવરકુંડલાથી જૂનાગઢ વચ્ચે દોડતી આ ખાનગી ટ્રાવેલ્સની સિટી રાઇડ બસ જૂનાગઢ એસટી બસ સ્ટેશનની બરાબર સામેથીજ ઉપડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો