તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં છેડતીની ફરીયાદ કરનાર સગીરાને કોર્ટ બહાર જ ધમકી આપી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીની એક સગીરાએ અહિના યુવાન સામે છેડતીની ફરીયાદ કરી હોય કોર્ટ મુદત દરમિયાન આ શખ્સે સગીરાને ફરીયાદ પાછી નહી ખેંચે તો મારી નાખીશ તેવી ધમકી કોર્ટ પરીસરની બહાર જ આપવા ચકચાર મચી છે.

અહિની એક 15 વર્ષીય કિશોરીએ છએક માસ પહેલા પોતાની છેડતી થઇ હતી તે અંગે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે અંગેની કોર્ટ મુદત હોય તે અમરેલીની અદાલતમાં હાજર રહી હતી. કોર્ટનુ કામ પતાવી તે પોતાના માતા-પિતા સાથે જ્યારે કમ્પાઉન્ડની બહાર નિકળી ત્યારે આરોપી અકીલ ઉર્ફે પપૈયો બિલખીયા મોટર સાયકલ લઇને તેની પાસે પહોંચ્યો હતો. અને તેના પિતાની હાજરીમાં જ તારી આવી ફરીયાદથી મને કોઇ ફરક પડશે નહી. જો ફરીયાદ પાછી નહી ખેંચી લે તો જીવતી નહી રહેવા દઉ મારી નાખીશ તેવી ધમકી આપી મોટર સાયકલ લઇ જતો રહ્યો હતો. ગભરાયેલી સગીરા અને તેના વાલી સૌ પ્રથમ ઘરે દોડી ગયા હતાં અને બાદમાં અમરેલી સીટી પોલીસ મથકે દોડી જઇ આ શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી. સીટી પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો