જિલ્લામાં મેઘ સવારીને પગલે કપાસ અને મગફળીને જીવતદાન

Amreli News - cotton and groundnut survival following a cloud ride in the district 055517

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST
આજે મોટા ભાગના વિસ્તારમાં મેઘમહેર થતા કપાસ અને મગફળીના પાકને જીવતદાન મળ્યું છે. અમરેલી જિલ્લાના 5:30 લાખ હેક્ટર વાવેતર લાયક વિસ્તારમાંથી 5.25 લાખ હેક્ટરમાં વાવણી થઈ ગઈ છે. જેમાંથી મોટાભાગના વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. એક તરફ અધૂરા વરસાદમાં વાવણી થઈ હતી જેના કારણે જમીનના પૂરતા પ્રમાણમાં ભેજ સંગ્રહ થયો ન હતો. તો બીજી તરફ ૨૨ દિવસ સુધી મેઘરાજાના દર્શન ન થતાં જમીનનો ભેજ સુકાઈ ગયો હતો. ઉભી મોલાત પણ સુકાવા લાગી હતી. જેને પગલે જગતનો તાત ચિંતાતુર નજરે પડતો હતો. ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો હતી. જો કે આજે અમરેલી જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં મેઘ મહેર ઉતરી આવી હતી.અને એક ઇંચથી લઈ ત્રણ ઇંચ સુધી નોંધપાત્ર વરસાદ વરસી જતા વાડી-ખેતરો પાણીથી લથબથ બન્યા હતા. જેના પગલે કપાસ મગફળીને નવજીવન મળતા ખેડુતોના ચહેરા પર ખુશી પાછી કરી છે. જ્યાં વરસાદની ખેંચ હતી તે વડીયા ધારી પંથકમાં પણ આજે મેઘમહેરથી મોલાતને નવજીવન મળશે.

તલનો પાક પણ બચી જશે

એક સમયે અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળી ઉપરાંત તલનો પાક પણ બળી જવાની ભીતિ ઊભી થઇ હતી.પરંતુ હવે મેહુલિયાના આગમન બાદ તલનો પાક પણ મહદ અંશે બચી જશે. આ વિસ્તારમાં તલનું પણ મોટાપાયે વાવેતર થાય છે.

X
Amreli News - cotton and groundnut survival following a cloud ride in the district 055517
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી