તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે : રૂપાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફાબાદ ખાતે આજે ચુંટણી સભા સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. આ વખતે ચુંટણીમાં એક તરફ આતંકવાદીઓનો ખાતમો કરી દેવાવાળા છે અને બીજી તરફ તેમને મદદ કરવાવાળા અને બિરયાની દેવાવાળા છે. કોંગ્રેસમાં માત્રને માત્ર પરિવારવાદ ચાલી રહ્યો છે. તેમણે 60 વર્ષ સુધી રાજ કર્યુ પણ પ્રજાના પ્રશ્નો દુર ન થયા. જો દેશમાં મોદી આવશે તો પાકિસ્તાનમાં માતમ સર્જાશે અને જો કોંગ્રેસ આવશે તો પાકિસ્તાનમાં દિવાળી જેવો માહોલ હશે.ચોકીદાર વધુ પાંચ વર્ષ રહેશે તો આ ચોરો જેલમાં હશે.જયાં રૂપાણીએ જણાવ્યું હતુ કે આ ચુંટણી ધાનાણી-કાછડીયાની નથી. ચુંટણી દેશ હિતની ચિંતા કરવા માટેની છે. દેશ કોના હાથમાં સલામત છે તે નકકી કરવાનું છે. મન મોહન સરકાર વખતે આતંકવાદી હુમલાઓ થયા હતાં. તે વખતે કોઇ સર્જીકલ સ્ટ્રાઇક કરાઇ ન હતી. હવે કોંગ્રેસ મોદી પાસે સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે. બીજી તરફ આજે અમરેલીમાં પાલિકા પ્રમુખ જયંતિભાઇ રાણવા સહીત આઠ સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં તેમને મુખ્યમંત્રીએ ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ઉપરાંત ધારીના રમણીકભાઇ સોજીત્રા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...