Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલીમા આજે આશા વર્કર બહેનો તથા આંગણવાડી સંચાલિકાઓએ સંમેલનો
અમરેલીમા આજે આશા વર્કર બહેનો તથા આંગણવાડી સંચાલિકાઓએ સંમેલનો યોજી સરકાર દ્વારા થઇ રહેલા શોષણ સામે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. આંગણવાડી બહેનોએ લઘુતમ 21 હજાર અને આશા વર્કરોએ કમસેકમ 10 હજારના પગારની માંગણી કરી હતી. અને બજેટ પહેલા આ પ્રશ્ન નહી ઉકેલાય તો મંત્રી વર્ષાબેન દુધાતે ગાંધીનગરમા રાજયકક્ષાના આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
અમરેલીમા આજે ગાંધીબાગ ખાતે આ સંમેલનો યોજવામા આવ્યા હતા. અહી સીઆઇટીયુ સંકલિત આશા હેલ્થ વર્કર યુનિયનના નેજા તળે અમરેલી, ધારી, લાઠી, બગસરા, લીલીયા સહિતના તાલુકાઓના આશા વર્કર અને ફેસિલીયેટર બહેનોનુ વિશાળ સંમેલન યોજાયુ હતુ. જેમા 500થી વધુ બહેનોએ હાજરી આપી હતી. આ સંમેલનમા યુનિયનના ગુજરાત પ્રમુખ અરૂણ મહેતા, મહામંત્રી અશોક સોમપુરા અને ઉપપ્રમુખ રેખાબેન લશ્કરી, મંત્રી ચંપાબેન ખાસ હાજર રહ્યાં હતા. યુનિયનના પ્રમુખે આક્રોશભેર જણાવ્યું હતુ કે નેશનલ હેલ્થ મિશન હેઠળ તળે ગામડે ગામડે શહેરી ગરીબ વિસ્તારમા આરોગ્ય સેવાની પાયાની કામગીરી આશાવર્કર અને ફેસિલીયેટર બહેનોનુ ખુદ સરકાર શોષણ કરી રહી છે. તેમનો પગાર ફિકસ નથી કરાયો, જુદીજુદી યોજનામા આખો દિવસ કામગીરી લેવાઇ રહી છે. થોડા દિવસ અગાઉ રાષ્ટ્રવ્યાપી હડતાલ પણ થઇ હતી. તેમની માંગણીઓ નહી સંતોષાય તો સરકાર સામે મોરચો મંડાશે.
અહી બપોરે ત્રણ વાગ્યે આંગણવાડી બહેનોનુ વિશાળ સંમેલન યોજાયુ હતુ અને તેમાં 500 બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.