તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10થી 20 ટકા ઉંચા વ્યાજે નાણાં ધીરી મિલકતો પચાવતી ગેંગ સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં યોગેશભાઇ નામના વેપારીએ અહિંના હાથસણી રોડ પર રહેતા મનુ ભીમભાઇ વાળા, જીતુ મનુ વાળા, શેલ ખંભાળીયાના રણુ ભીમભાઇ વાળા, ભુવા રોડ પર રહેતા જનક ભાભલુભાઇ, મઢડાના દાનુ ઉર્ફે ભડીયાવાળા, સાવરકુંડલામાં ગઢીયા પેટ્રોલપંપની બાજુમાં આવેલ ઉદય ઓઇલવાળા પારેખવાડીમાં રહેતા રવજી રામજીભાઇ ગેડીયા અને નેસડી રોડે રહેતા અમિત મોરી નામના શખ્સો પાસેથી અલગ અલગ સમયે રૂા. 40 લાખ જેવી રકમ વ્યાજે લીધી હતી. 10થી 20 ટકા ઉંચા વ્યાજની આ રકમ ચુકવી દેવા છતાં ધાક ધમકીથી વધુ રકમ માટે પ્રયાસ કરતા હોય યોગેશભાઇએ ગામ પણ છોડી દેવુ પડયુ હતું.

જીલ્લા પોલીસ વડા સમક્ષ આ બાબતે રજુઆત કરાતા એક મહિલાની ફરીયાદ પરથી આ આઠેક શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અનેક મિલકતો પચાવી પાડી હતી
મનુ ભીમભાઇ વાળા અને તેના સાગરીતોએ ખુબ જ ઉંચા વ્યાજે નાણા આપી આ નાણા ચુકવી દેવા છતાં પઠાણી ઉઘરાણીઓ કરી અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં અનેક મિલકતો વસાવી છે અને લોકોની મિલકતો પચાવી પાડી છે. સરકારી જમીનમાં પણ દબાણ કર્યાનું ખુલ્યુ હતું જે અંગે તપાસ શરૂ કરાઇ છે.

કોઇ મિલકત પચાવી પાડે તો મારો સંપર્ક કરો
 અમરેલી જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે જણાવ્યુ હતું કે મનુ વાળા કે તેના સાગરીતો કે જીલ્લાના કોઇ અન્ય વ્યાજખોરો આવી રીતે ઉંચા વ્યાજે નાણા આપ્યા હોય અને તે નાણા ચુકવી દેવા છતાં ધાક-ધમકીઓ આપી વધુ પૈસાની માંગણી કરતા હોય કે મિલકતો પચાવી પાડે તો કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વગર મને મારી કચેરીમાં આવી મળી શકે છે. નિર્લિપ્ત રાય , એસપી

અન્ય સમાચારો પણ છે...