તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી પંથકમાં ઠંડીમાં રાહત, પારો 12.4 ડિગ્રી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી પંથકમા બે દિવસ પહેલા કોલ્ડવેવને પગલે લોકો ઠુંઠવાઇ ગયા હતા. ટાઢાબોળ પવનના સુસવાટાએ લોકોને ધ્રુજાવી દીધા હતા અને ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જો કે આજે પવનની ગતિ ધીમી પડતા અને પારો થોડો ઉંચકાતા લોકોએ કાતિલ ઠંડીથી રાહત જરૂર અનુભવી છે. અમરેલીમા આજે ઠંડીનો પારો થોડો ઉંચકાતા લોકોએ આકરી ઠંડીથી રાહત મેળવી છે. આજે શહેરનુ મહતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 12.4 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 69 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5 કિમીની નોંધાઇ હતી. બે દિવસ પહેલા ઠંડીનો પારો એકાએક નીચે ઉતરી જતા અને ટાઢાબોળ પવનના કારણે આખો દિવસ લોકો ગરમ વસ્ત્રોમા વિંટળાયેલુ રહેવુ પડયુ હતુ.

જો કે હાલ ઠંડીનો પારો થોડો ઉંચકાતા લોકોએ રાહત અનુભવી છે. પરંતુ વહેલી સવારે અને રાત્રીના સમયે હજુ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો