ચમારડી ગામે રસ્તો બંધ કરવા મુદ્દે યુવકને મારમાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતા એક યુવકની જમીનમા જવાનો રસ્તો બંધ કરવા મુદે બે શખ્સોએ તેને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બારામા તેણે બંને સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા ભવાનભાઇ જેરામભાઇ શેલીયા (ઉ.વ.70) નામના ખેડૂતને તેની જમીનમા જવાનો રસ્તો બંધ કરેલ હોય આ મુદે રસ્તો ખુલ્લો કરવા બોલાચાલી થતા માધાભાઇ કાનજીભાઇ અસલાલીયા, જગદીશભાઇ માધાભાઇ નામના શખ્સોએ આ હુમલો કર્યો હતો.

બંને શખ્સોએ તેને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બંને સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.સી.સોલંકી તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...