તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા નોંધાયેલા યુવા, વૃદ્ધોને પ્રમાણપત્ર એનાયત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા સામાન્ય ચુંટણી અન્વયે અમરેલી જિલ્લામા નવા નોંધાયેલા યુવા મતદારો તેમજ વૃધ્ધ મતદારોને તંત્ર દ્વારા શુભેચ્છા પાઠવતા પ્રમાણપત્રોનુ વિતરણ કરાયું હતુ. અહી તંત્ર દ્વારા 27 હજાર યુવા મતદારો તેમજ 28 હજાર વૃધ્ધ મતદારોને આ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

અમરેલી જિલ્લામા લોકસભા સામાન્ય ચુંટણી અન્વયે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે નવા નોંધાયેલા યુવા મતદારો કે જે આગામી ચુંટણીમા પ્રથમ વખત મતદાન કરવાના છે અને વૃધ્ધ મતદારો જેની ઉમર 80 વર્ષથી વધુ હોય તેઓને જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા શુભેચ્છાઓ પાઠવતા પ્રમાણપત્રોનુ વિતરણ કરાયું હતુ. આ અભિયાનમા બીએલઓ દ્વારા જિલ્લામા કુલ 27 હજાર યુવા મતદારોને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...