નાનુડી નજીક કાર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં 12ને ઇજા

બગસરાથી ખરખરાનંુ કામ પતાવી પરત આવતા\" તા

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:42 AM
Khambha News - car accident near nanudi and 12 in an accident in bolero 024240
અકસ્માતની આ ઘટના ખાંભા તાલુકાના નાનુડી ગામ નજીક આજે બપોરબાદ બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ખાંભાનો પરિવાર બોલેરો લઇ આજે ખરખરાના કામે બગસરા ગયો હતો અને ત્યાંથી પરત આવતી વખતે નાનુડી ગામ નજીક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા મીણાબેન ભીખાભાઇ રોજસરા, રામુબેન વિનુભાઇ રોજસરા, શિલ્પાબેન મનુભાઇ રોજસરા, શારદાબેન છગનભાઇ , વિનુબેન બાલાભાઇ, નીતાબેન રાહુલભાઇ ઇટોળીયા, વિનુભાઇ શામજીભાઇ રોજસરા, મગનભાઇ સોમાભાઇ રોજસરા, જીણાભાઇ શામજીભાઇ રોજસરા, કાંતુબેન જીણાભાઇ અને બાબુભાઇ નાથાભાઇને ઇજા પહોંચી હતી.

અકસ્માતના કારણે કારમા લાગેલી એર બેગ પણ ફાટી ગઇ હતી. ઘાયલોને ખાંભા દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ અને અમરેલી રિફર કરવામા આવ્યા હતા. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.તસવીર-પૃથ્વી રાઠોડ

X
Khambha News - car accident near nanudi and 12 in an accident in bolero 024240
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App