અપહરણના ગુનામાં હાથ તાળી આપતો શખ્સ ઝડપાયો

Amreli News - captives were handed over to kidnapping crime 055518

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST
લાઠી પોલીસને અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી હાથ તાળી આપતા શખ્સને ઝડપી લીધો છે. લાઠી પોલીસ સ્ટેશનમાં દાહોદના જાંબુ ગામના સુરેશ ઉર્ફે સુરીયા ગીમાભાઈ કટારા વિરૂધ્ધ સગીરાનુ અપહરણ કરવાની ફરીયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ આ શખ્સ પોતાની ધરપકડથી બચવા માટે નાસી રહ્યો હતો. ત્યારે આજે જિલ્લા પોલીસ વડાની સુચનાથી અમરેલી પેરોલ ફર્લો સ્કવોડે નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરી રહી હતી. ત્યારે આ શખ્સ જેતપુર ખાતે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડના આર.કે. કરમટાના માર્ગદર્શન હેઠળ જેતપુરથી ઝડપી લીધો હતો.

X
Amreli News - captives were handed over to kidnapping crime 055518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી