તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મક્રરસંક્રાતિ: આજે આકાશમાં નખાશે રંગ... ઉંચી ઉડશે પતંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આકાશમાં આજે જાણે પતંગયુધ્ધ જામશે. એ..કાપ્યો છે નો શોર ગુંજી ઉઠશે. છત્ત અને ધાબા પર જ ચીકી, ખજુર, શેરડી અને જીંજરાની મહેફીલ મંડાશે. પતંગ રસીયાઓ આકાશને અવનવા રંગથી રંગી નાખશે. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર પંથકમાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહથી ઉજવણી થશે. સાથે સાથે દાન-પૂણ્યનો પણ મહિમા ગુંજી ઉઠશે.

આજે પતંગ રસીયાઓ છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત હોય પતંગ-ફીરકીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. પતંગ રસીયાઓએ માત્ર પતંગની જ નહી અવનવા બ્યુગલ્સ, કેપ, માસ્ક, ગુબ્બારા વિગેરેની પણ મન મુકીને ખરીદી કરી હતી. દિવસભર નાના-મોટેરા સૌ કોઇ છત-ધાબા પર અડ્ડો જમાવી આ પતંગ યુધ્ધને માણશે. ધાબા પર જ સાથે સાથે અવનવી સાઉન્ડ સિસ્ટમના સંગાથે ગીત-સંગીત પણ ગુંજી ઉઠશે.

બીજી તરફ ઉત્તરાયણ પર દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થતા હોય જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર પંથકમાં ઠેકઠેકાણે ઘાયલ પક્ષીઓ માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. કોઇપણ દુર્ઘટનાની સ્થિતીને પહોંચી વળવા 108 ઇમરજન્સી સર્વીસ પણ ખડેપગે તૈનાત છે.

વાસી ઉત્તરાયણ પર લોકો વઘુ થાય છે ઘાયલ
જુનાગઢ, પોરબંદર, અમરેલી અને સોમનાથ પંથકમાં છેલ્લા બે વર્ષ દરમિયાન એવુ જોવા મળ્યુ છે કે ઉત્તરાયણના દિવસે જેટલા લોકો ઘાયલ થાય છે તેના કરતા વધુ લોકો વાસી ઉત્તરાયણના દિવસે વધુ ઘાયલ થાય છે. ઘાયલોના આંકડા પરથી આ વાત સ્પષ્ટ થાય છે.

જિલ્લો 14 જાન્યુ. 15 જાન્યુ.

અમરેલી 47 59

ગીર સોમનાથ 75 78

જુનાગઢ 50 66

પોરબંદર 24 25

અનોખું અમરેલી... રાત્રે આતશબાજી થશે
અમરેલી ખરેખર અનોખુ છે. અહિં દિપાવલી પર્વ પર તો આતશબાજી થાય જ છે. ઉત્તરાયણ પર્વ પર પણ આકાશમાં આતશબાજી જોવા મળે છે. દિવસભર પતંગ ઉડાડવાની મજા લુંટ્યા બાદ પતંગ રસીયાઓ રાત્રીના સમયે તુક્કલ પણ ઉડાડે છે અને આતશબાજી પણ કરે છે.

શું કરવું અને શું ન કરવું ? 108નું માર્ગદર્શન
ઉત્તરાયણ પર જો થોડી સાવચેતી રાખવામાં આવે તો અકસ્માતની ઘટનાઓ ટાળી શકાય છે. થોડી બેદરકારી જીવલેણ ઇજા પહોંચાડી શકે છે કે માનવમૃત્યુ થઇ શકે છે. 108 ઇમરજન્સી સેવા દ્વારા લોકોને સાવચેતીના પગલા રૂપે શું ન કરવું અને શું ન કરવુ તેના કેટલાક સુચનો કરાયા છે. જેનો અમલ કરવો જોઇએ તેમ પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણાએ જણાવ્યુ હતું.

ઉત્તરાયણની સાથે સાથે..
તંત્રના પ્રતિબંધ વચ્ચે પણ ચાઇનીઝ તુક્કલનું થયુ છે ધુમ વેચાણ

ગત વર્ષે પવન ન હતો આ વખતે વરસાદની આશંકા

અમરેલીમાં ઉત્તરાયણ પર ઉંધીયાનું પણ ધુમ વેચાણ થશે

આ વખતે સક્રાંતિ કાળ 14મી ઉપરાંત 15મીએ પણ છે

ગેસના ગુબ્બારાઓનું પણ થશે મોટુ વેચાણ

તંત્રના પ્રતિબંધ વચ્ચે પણ ચાઇનીઝ તુક્કલનું થયુ છે ધુમ વેચાણ

ગત વર્ષે પવન ન હતો આ વખતે વરસાદની આશંકા

અમરેલીમાં ઉત્તરાયણ પર ઉંધીયાનું પણ ધુમ વેચાણ થશે

આ વખતે સક્રાંતિ કાળ 14મી ઉપરાંત 15મીએ પણ છે

ગેસના ગુબ્બારાઓનું પણ થશે મોટુ વેચાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો