મહિલાઓની કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અંગે શિબિર મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા નર્સિંગ હોસ્ટેલ તેમજ શિતલ આઇસ્ક્રીમ ફેકટરી ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગેની એક શિબિરનુ આયોજન કરાયુ હતુ. શિબિરમા દહેજ પ્રતિબંધક અધિકારી ડો.મનીષાબેન મુલતાની, સરકારી વકિલ મમતાબેન ત્રિવેદી, કાનુની સેવા સતા મંડળના સભ્ય સેજુભાઇ, નિતીનભાઇ ભટ્ટ, નર્સિંગ હોસ્ટેલના પ્રીન્સીપાલ જયોતીબેન, મહિલા સામખ્યમાથી ઇલાબેન, નારી અદાલતના જસુબેન, 181 ટીમના રોબીનાબેન, સખી વન સ્ટોપ, મહિલા શકિત કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કેન્દ્ર વિગેરે કચેરીના કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા. ડો.મનીષાબેન મુલતાની દ્વારા મહિલાઓની કામકાજના સ્થળે થતી જાતીય સતામણી વિશે તેમજ કાયદા વિશે માહિતી પુરી પાડી હતી. મમતાબેને પણ કાયદા અંગે માહિતગાર કરાયા હતા. અહી સખી વન સ્ટોપ, નારી અદાલત, મહિલા શકિત કેન્દ્ર, 181 મહિલા હેલ્પ લાઇન વિગેરે કર્મચારીએ યોજનાની માહિતી આપી હતી.

દહેજ પ્રતિબંધક અધિકારીએ અાપ્યું કાયદાકિય માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...