તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઠીમાં ગાંધીજીની મૂર્તિ તૂટવાના કેસમાં ઉદ્યોગપતિની પુછપરછ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાઠી નજીક દુધાળાની સીમમાં અસામાજીક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ તોડી પાડ્યાની ઘટનામાં આ મૂર્તિ ખરેખર અકસ્માતે તુટ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યા બાદ આ બારામાં આજે પોલીસે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની પુછપરછ કરી હતી. લાઠી પોલીસ અને અમરેલી એસપી કચેરી એમ બન્ને સ્થળે તેમની પુછપરછ કરાઇ હતી.

જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાએ તેમના વતન દુધાળાની સીમમાં અનેક ચેકડેમ બાંધ્યા છે ઉપરાંત અહિં બગીચાનું નિર્માણ કરાયુ છે. જ્યાં મુકાયેલી રાષ્ટ્રપિતાની મૂર્તિ હકીકતમાં અહિં કામ કરતા તેમના લોકોથી જ તુટી ગઇ હતી. ટ્રેકટરની ઠોકરે મૂર્તિ તુટ્યા બાદ ટુકડા હટાવી લેવાયા હતાં પરંતુ ગત ચોથી તારીખે આ અંગે પોલીસને જાણ કરવાનો નિર્ણય કરી ટુકડા ફરી ઘટનાસ્થળે ગોઠવી કોઇ અસામાજીક તત્વોએ આ કૃત્ય કર્યાનું જણાવી પોલીસને ધંધે લગાડાઇ હતી. જો કે પોલીસે અહિંના કામદારોના મોબાઇલ કબજે લઇ તલાશી લેતા ઘટનાનો ભાંડો ફુટી ગયો હતો. કારણ કે તેમાં તુટેલી મૂર્તિ ફરી તે જ સ્થળે મુકી પોલીસને ધંધે લગાડવા અંગેની વાતચીત ટેપ થયેલી હતી. જેને લઇને પોલીસે ઉદ્યોગપતિ સવજીભાઇને સમન્સ પાઠવ્યુ હતું. જેથી આજે બપોરબાદ તેઓ લાઠી પોલીસ મથકે અને બાદમાં અમરેલી એસપી કચેરીએ હાજર થયા હતાં. મૂર્તિ તુટી તે અંગે તેમને ક્યારે જાણ થઇ, જે સ્થળે મૂર્તિ મુકવામાં આવી હતી તે સ્થળે મૂર્તિ મુકવાની તેમની પાસે પરમીશન છે કે કેમ ? વિગેરે બાબતો અંગે તેમની પુછપરછ કરવામાં આવી હતી અને આ અંગેના જરૂરી આધાર-પુરાવાઓ તેમની પાસે માંગવામાં આવ્યા હતાં.

મૂર્તિ તુટવાના કેમમાં અમે તેમને સીઆરપીસી - 91 મુજબ નોટીસ આપી હતી. ત્યાં જે નિર્માણ કાર્ય થયુ છે તે અંગે તથા મૂર્તિ તુટવા અંગે તેમને કોની કોની સાથે વાતચીત થઇ હતી ? તે અંગે પુછપરછ કરી હતી. તેમણે આપેલા આધારો અને અન્ય લોકોએ આપેલા નિવેદનોની સરખામણી અને અભ્યાસ કરી જરૂરી આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો