જમીનના ડખ્ખામાં મારામારી : 1 ને ઇજા

ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ: ઇજાગ્રસ્તોને સિવીલમાં ખસેડ્યા

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:01 AM
Amreli News - blows in the ground 1 injury 020114
અમરેલીમાં જમીનના ડખ્ખામા બે ભાઈઓ વચ્ચે મારામારી થતા એકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના પગલે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલોસે તપાસ હાથ ધરી છે.

અમરેલીમાં રહેતા સુખદેવગીરી લક્ષમનગીરી ગોસાઈને તેમના જ પરિવારના મંજુલાબેન બાબુગીરી અને ચેતનગીરી ગોસાઈ સાથે જમીન બાબતે ઝગડો થયો હતો. આ ઝઘડામાં મંજુલાબેન અને ચેતનગીરીએ સુખદેવગીરીને મુંઢમાર મારી ઇજા પહોંચાડી હોવાથી તેમને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બારામા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇ ગામમાં ભારે ચર્ચા જાગી હતી.

X
Amreli News - blows in the ground 1 injury 020114
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App