ઇશ્વરીયામાં અઢી કરોડના ખર્ચે તૈયાર થનારી પ્રાથમિક શાળાનંુ ભુમિપૂજન

Amreli News - bhumipujan the primary school in ahmedabad will be built at a cost of rs 25 crore 055515

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST
અમરેલી તાબાના ઇશ્વરીયા ખાતે અઢી કરોડના ખર્ચે તૈયાર થનારી પ્રાથમિક શાળાનુ કેન્દ્રિય રાજયકક્ષાના મંત્રી પુરૂષોતમ રૂપાલાના હસ્તે ભુમિપુજન કરાયુ હતુ. આ પ્રસંગે ઇશ્વરીયા શાળાના આચાર્ય સામતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે મંત્રી રૂપાલા બાળકોના શિક્ષણ પ્રત્યે ખુબ ચિંતિત છે. બાળકોના ભવિષ્યનો વિચાર કરતા એમણે આ શાળા એકદમ અત્યાધુનિક બનાવવાનો સંકલ્પ કર્યો છે.

અમરેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિમીષાબેન દવેએ જણાવ્યું હતુ કે આ શાળામા 15 ઓરડા હશે અને પ્રોજેકટર રૂમ, સેમીનાર રૂમ, ઇ-કલાસ, ટચ સ્ક્રીન બોર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત સ્પોર્ટસ એકટીવીટી, કોમ્પ્યુટર સેન્ટર, લાઇબ્રેરી, વિજ્ઞાન પ્રયોગ શાળા જેવી સુવિધાઓ મળશે. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી જાદવ, અશ્વિનભાઇ સાવલીયા, કૌશિક વેકરીયા સહિતના આગેવાનો, અધિકારીઓ અને ભુલકાઓ હાજર રહ્યાં હતા.

X
Amreli News - bhumipujan the primary school in ahmedabad will be built at a cost of rs 25 crore 055515
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી