તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભટ્ટવદર ગામે પ્રેમલગ્ન મુદ્દે યુવકને માર માર્યાે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઠી તાલુકાના ભટવદર ગામે રહેતા એક યુવકે પ્રેમ લગ્ન કર્યા હોય તેનું મનદુખ રાખી અહીં જ રહેતા ત્રણ શખ્સોએ તેને માર મારી ઇજા પહોંચાડી હતી. અા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે અા બારામાં લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

યુવકને માર માર્યાની આ ઘટના લાઠી તાલુકાના ભટવદર ગામે બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહીં રહેતા મહેશભાઈ જેરામભાઈ મકવાણા નામના યુવકે પ્રેમ લગ્ન કર્યા હોય આ મુદ્દે મનદુખ રાખી હિંમતભાઈ શામજીભાઈ રાઠોડ તેમજ નરેશભાઈ હિંમતભાઈ અને બાલાભાઈ શામજીભાઈ રાઠોડે ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બારામાં તેણે લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે એએસઆઇ એ.યુ. ચૌધરી વધુ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારી નાખવાની ધમકી: ફરિયાદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો