તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલા મહિલા કોલેજ ખાતે બેસ્ટ પર્સનાલિટી કોમ્પિટિશન યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ ખાતે બેસ્ટ પર્સનાલિટી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાન્ય જ્ઞાન, વકતૃત્વ, ઇન્ટરવ્યુ, બાહ્ય દેખાવના અલગ અલગ ચાર રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં પોરિયા ભૂમિ, ધ્રાંગધરીયા હિમાલી, વેકરિયા નમ્રતા, કવા તૃષાલી, દાફડા કાજલ, પટેલ સોનાલી, મેઘનાથ મયુરી, કુરેશી સમીરા, મકવાણા રમીલા, ભેડા હેતલ, વાળા કિરણ સહિતની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.પુષ્પાબેન રાણીપા, ખેરાજભાઈ, ધર્મેન્દ્રભાઈ કનાલાએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...