GST પોર્ટલ પરની ખામીઓ દુર કરો: જોઇન્ટ એસો.ની માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયમાં જીએસટી પોર્ટ ઉપર રહેલી ટેકનિકલ ખામીઓને દુર કરવા માટે દરેક જિલ્લામાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. જેના પગલે અમરેલી જિલ્લામાં પણ જોઈન્ટ એશોસીએશન એક્શન કમિટી દ્વારા કલેકટરને આવેદન પત્ર સાથે રજુઆત કરવામાં આવી હતી.

અમરેલીમાં જોઈન્ટ એશોસીએશન એક્શન કમિટીએ જિલ્લા કલેકટરને આવેદન સાથે જણાવ્યું હતું કે, જીએટીને એક કર પ્રણાલી તરીકે સહર્ષ સ્વીકાર કરે છે. અમારી રજુઆત માત્રને માત્ર જીએસટી નેટવર્ક પોર્ટલ સામે છે. જેમાં જીએસટી કાયદો લાગુ થયાને 31 મહિના સમય વિતવા છતા પણ પોર્ટની કામગીરીમાં કોઈ સુધારો નથી, પોર્ટલમાં ટેકનીકલ ખામીઓ દુર કરવા માટે અનેક વખત રજુઆત કરાઈ પણ કાર્યવાહી નહી, નબીળી કામગીરીના કારણે કરદાતાને હેરાન પરેશાન થવુ પડે, દર મહિને રિટર્ન ભરવાના છેલ્લા દિવસે સાઈટ કલાકો સુધી ઠપ્પ રહે, જીએસટી હેઠળ સુચવવામાં આવેલ મુદ્દત ખૂબ ઓછી છે તેવા મુદ્દાઓમાં વહેલી તકે સુધારો કરવા વેપારીઓમા માંગ ઉઠી છે. જેના પગલે આજે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોસીએશન, નેશનલ એક્શન કમિટી, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર્સ, ઈન્કમ ટેક્સ બાર એશોસીએશન અને ટેક્સ એડવોકેટ દ્વારા મળી જોઈન્ટ એક્શન કમિટી તૈયાર કરી રજુઆત કરી હતી.

અમરેલીમાં કલેકટરને આવેદન આપી કરી રજુઆત

અન્ય સમાચારો પણ છે...