તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાઇપ લાઇનનું કનેકશન ફેરવી નાંખવાનું કહી યુવક પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે રહેતા એક યુવકને પાઇપ લાઇનનુ કનેકશન ફેરવી નાખવાનુ કહી મનદુખ રાખી ચાર શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા ગોબરભાઇ જેરામભાઇ વાઘમસી (ઉ.વ.49) નામના યુવકને અહી રહેતા દડુભાઇ લખુભાઇ ચાંદુએ પાણીની પાઇપ લાઇનનુ કનેકશન ફેરવી નાખવા કહ્યું હતુ. પરંતુ મંજુરી ન મળતા આ બાબતનુ મનદુખ રાખી દાદુભાઇ નાથાભાઇ ચાંદુ, દડુભાઇ, રવિભાઇ અમરૂભાઇ, ભગાભાઇ સહિત તેની વાડીએ ધસી ગયા હતા.આ શખ્સોએ તેને પ્લાસ્ટિકના પાઇપ વડે મારમારી ગાળો આપી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ચારેય સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ યુ.એન.લલીયા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...