ખાંભાના પીપળવામાં યુવક ઉપર કુહાડી વડે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાંભા તાલુકાના પીપળવા ગામે રહેતા એક યુવકના પત્નીને લગ્ન પ્રસંગમા કામ કરવાનુ કહેતા આ મુદે સારૂ નહી લાગતા અહી જ રહેતા બે શખ્સોએ યુવક પર કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. અહી રહેતા કેશુભાઇ બચુભાઇ ચારોલીયા (ઉ.વ.50) નામના યુવકની પત્નીને ગામમા બુધાભાઇના ઘરે લગ્ન પ્રસંગ હોય કામ માટે કહ્યું હતુ. જેથી સારૂ નહી લાગતા અજુભાઇ બીજલભાઇ, ભરતભાઇ હકુભાઇ નામના શખ્સોએ યુવકને ગાળો આપી કુહાડીનો એક ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બારામા તેણે બંને સામે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ હિમતલાલ રવિયા તપાસ ચલાવી રહ્યાં છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...