નવા માલકનેસમાં યુવક ઉપર પાઇપ વડે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલાના કડીયાળીમા રહેતા નરસિંહભાઇ દેવાતભાઇ ચૌહાણ તેમજ તેના કાકાનો દીકરો માલકનેસ ગામે સગા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમા આવ્યા હતા. આ દરમિયાન રાત્રીના સમયે કોઇકનુ ફુલેકુ નીકળતા બંને ચોકમા ઉભા હતા. ત્યારે ગામનો ભરત સામતભાઇ ચૌહાણ તેના કાકાના દીકરા સાથે ઝઘડો કર્યો હતો તેમજ વિપુલભાઇ સામતભાઇએ લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા આ બારામા બંને સામે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...