તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉઘરાણી મુદે ખેડૂતનાં માથામાં પાઇપનો ઘા ઝીંક્યો, ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે નાણાની ઉઘરાણીના મુદે ખેડૂત યુવાન પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માથામાં ઘા મારી ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.

યુવા ખેડૂત પર પાઇપ વડે હુમલાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ગત મોડી સાંજે આઠેક વાગ્યાના સુમારે બની હતી. જ્યાં જ્યંતીભાઇ ગોરધનભાઇ જયાણી (ઉ.વ. 35) નામના યુવાનને તે જ ગામના સંજય નરસિંહભાઇ વાઘેલા, ભરત નરસિંહભાઇ વાઘેલા અને છગન ગોવિંદભાઇ વાળા નામના શખ્સોએ માર માર્યો હતો. ગઇ સાંજે આ બન્ને શખ્સો તેના ઘરે આવ્યા હતાં અને આ યુવકને ઘર બહાર બોલાવી અમે તારી વાડીનું જે કામ રાખ્યુ હતું તેના રૂપીયા લેવા આવ્યા છીએ તેમ કહ્યુ હતું.

આ યુવાને હુ તમને કાલે રૂપીયા આપીશ તેમ કહેતા જ ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતાં અને પડખામાં, હાથમાં તથા માથામાં પાઇપના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો