તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમા જેશીંગપરા નજીક આવેલ કામનાથ સરોવરમા સફાઇના અભાવે હાલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીમા જેશીંગપરા નજીક આવેલ કામનાથ સરોવરમા સફાઇના અભાવે હાલ ગંદકી ફેલાઇ છે. અહી પાણી જમા રહેતા અને લીલ જામી જતા ચોતરફ દુર્ગધ ફેલાઇ રહી છે. અહીથી પસાર થતા રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે.

કામનાથ સરોવરમા સફાઇ થતી ન હોય હાલ ચોતરફ ગંદકી ફેલાઇ રહી છે. અહી પાણી બંધીયાર રહેતુ હોવાના કારણે દુર્ગધ પણ ફેલાઇ રહી છે. ખાસ કરીને સાંજના સુમારે અહી જીણી જીવાતોનુ સામ્રાજય પણ ફેલાઇ રહ્યું છે. તો મચ્છરોનો પણ ઉપદ્વવ વધી રહ્યો છે. અહી જુના પુલ પરથી પસાર થતા રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે. અહી પાણી બંધીયાર રહેતા અને લીલ જામી જતા ગંદકી જોવા મળી રહી છે. અહી સફાઇની કોઇ કામગીરી કરવામા આવતી ન હોય સરોવર નજીક કાંઠે પણ કચરો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સરોવર સહિત આસપાસના વિસ્તારોમા સફાઇની કામગીરી હાથ ધરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. તસવીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો