જિલ્લામાં ભાજપની સક્રિય સભ્ય, બુથ સમિતીની કામગીરી અંતિમ તબક્કામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં ભાજપની સક્રિય સભ્ય અને બૂથ સમિતિની કામગીરી ચાલી રહી છે. અહીં જુદા જુદા તાલુકામાં 20 મંડલો બનાવવામાં આવ્યા છે. જેની કામગીરી હાલ પૂર્ણતાના આળે જોવા મળી રહી છે. બગસરા તાલુકામાં બુથ સમિતિની કામગીરી 100 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, હાલ સંગઠન પર્વ અંતર્ગત સંગઠન સંરચનાની કામગીરી જિલ્લાના તમામ મંડળોમાં બુથ સહ થઈ રહ્યું છે. જિલ્લા ભાજપ દ્વારાઆ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અહીં મંડળમાંથી બગસરા તાલુકામાં 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. તેમજ 18 મંડળોમાંથી 11માં 70 ટકા કામગીરી થઈ છે.

વધુમાં જણાવ્યું કે, ભાજપ સંગઠનના માધ્યમથી તાલુકાઓમાં ગામ ગામ સુધી પાયાને મજબૂત બનાવવામાં આવશે. આગામી સમયમાં આ કામગીરી દરેક તાલુકાઓમાં 100 ટકા પૂર્ણ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...