તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીની સગીરા પર છ-છ નરાધમોએ વારંવાર દુષ્કર્મ આચર્યાની ચકચારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીની સગીરા પર છ-છ નરાધમોએ વારંવાર દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટનામા આજે આખરે અમરેલી, અમદાવાદ અને સરસઇના છ શખ્સો સામે અમરેલી સીટી પોલીસમા ગુનો નોંધાયો છે. આ નરાધમોએ જુદાજુદા ઘરોથી લઇ ચાલુ કારમા જયાં પણ મોકો મળ્યો ત્યાં સગીરાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. સૌપ્રથમ માસીયાઇ ભાઇએ હવસનો શિકાર બનાવ્યા બાદ સગીરાના મિત્રએ દુષ્કર્મ આચર્યુ હતુ અને ત્યારબાદ આ મિત્રના મિત્રો પણ તેમા જોડાતા ગયા હતા.

છેલ્લા બે દિવસથી અમરેલી શહેરમા આ પ્રકરણ ચર્ચામા હતુ. ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચેલી સગીરા પાસેથી આખી વાતનો તાગ મેળવી આજે સીટી પોલીસે અમદાવાદમા નરોડામા રહેતા તેના સગા માસીયાઇ ભાઇ ઉપરાંત જુનાગઢના સરસઇમા રહેતા મહાવીર વાળા, અમરેલીમા નવજીવન હોસ્પિટલ પાછળ માણેકપરામા રહેતા રવિરાજ ઉર્ફે રાજા કાઠી, ટીંબામા રહેતા કુલદપી કાઠી, અમરેલીનો લાલો ધાખડા અને તેજસ જેબલીયા નામના શખ્સો સામે જુદાજુદા સ્થળે વારંવાર દુષ્કર્મ આચરવા સબબ ફરિયાદ નોંધાવી છે.

ગઇ નવરાત્રીમા આ સગીરા અમદાવાદમા પોતાના માસીના ઘરે રોકાવા ગઇ ત્યારે એકલતાનો લાભ લઇ માસીયાઇ ભાઇએ તેના પર સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય આચર્યુ હતુ. મહાવીર વાળા આ સગીરાનો ફ્રેન્ડ હોય તે પોતાની ફોર્ચ્યુનર કાર નંબર જીજે 06 ઇડી 4646 લઇ અમદાવાદ તેને મળવા ગયો હતો. અને ફરવાના બહાને કારમા બેસાડી આસપાસના માર્ગો પર ચાલતી કારે તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ સગીરા પરત અમરેલી આવી ત્યારે પણ આ સીલસીલો ચાલુ રહ્યો હતો અને બાકીના યુવાનો તેમા જોડાતા ગયા હતા. મહાવીર અને રવિરાજે તેને સંકુલ રોડ પર ધમભા નામની વ્યકિતના ઘરે લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. કુલદીપ કાઠી અને રવિરાજે બાદમા ધમકી આપી રવિરાજના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ. લાલો ધાખડા અને રવિરાજે અમે તારા ઘરે વાત કરી દઇશુ તેવી ધમકી આપી સગીરાને કારમા કેરીયારોડ પર લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ આચર્યુ હતુ. આખરે સગીરાના પરિવારને જાણ થતા આજે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...