તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીના આધેડનું સ્મશાનમાં બેસવા મામલે ઢીમ ઢાળી દેવાયંુ\"તું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના કોળીવાડમા રહેતા રમેશભાઇ ભનુભાઇ દેગામાના માથામા તીક્ષણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખવામા આવતા રાત્રીના સમયે અહીથી પોલીસને તેની લાશ મળી આવી હતી. મૃતક રમેશભાઇના કુટુંબી ભાવેશ મગનભાઇ દેગામાએ આ અંગે ગઇરાત્રે જ સીટી પોલીસમા અમરેલીના જેશીંગપરા શેરી નં-3મા રહેતા શામજી પુંજા રાઠોડ નામના રાવળદેવ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન અમરેલી સીટી પોલીસે રાત્રીના સમયે જ શામજી પુંજા રાઠોડની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમા એવી વિગત ખુલી હતી કે બંનેને નશો કરવાની આદત હતી. અને અગાઉની જેમ ગઇકાલે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો જેના કારણે આ શખ્સે ઉશ્કેરાઇ જઇ તેના માથામા તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને નાસી છુટયો હતો.

અન્ય સમાચારો પણ છે...