તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી જિલ્લામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની હડતાલ આજે 12મા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની હડતાલ આજે 12મા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે. અહી આજરોજ ધારાસભ્યોએ છાવણીની મુલાકાત લીધી હતી અને આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

અમરેલી જિલ્લા ત્રીજા વર્ગ ક્ષેત્રીય કર્મચારી મંડળના નેજા તળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતા ફાર્માસીસ્ટ, લેબ.ટેક તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓ 15મીથી અચૌક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. આજે 12મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓએ ધરણા શરૂ રાખ્યા છે. હડતાલને પગલે રસીકરણ, સગર્ભા તપાસ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મેલેરીયા સર્વે, ટીબી સર્વે સહિતની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. આજે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય જે.વી.કાકડીયા, ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત, જેનીબેન ઠુંમર સહિતે છાવણીની મુલાકાત લીધી હતી અને આરોગ્ય કર્મચારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરાઇ હતી. તસવીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો