તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી જિલ્લા પંચાયતનું 716.65 કરાેડનુ બજેટ મંજુર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા પંચાયતની અાજે મળેલી બેઠકમા રૂપિયા 716.65 કરાેડનુ અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરાયુ હતુ. જિલ્લા પંચાયતનુ બિલ્ડીંગ નવુ બિલ્ડીંગ તૈયાર હાેવા છતા ફર્નિચરના કામના બહાને તેનાે કબજાે સાેંપાતાે ન હાેય પ્રમુખ રવજીભાઇ વાઘેલાઅે અાક્ષેપ લગાવ્યાે હતાે કે પાેતે દલિત હાેવાના કારણે તેની સાથે અાવાે ભેદભાવ કરાઇ રહ્યાે છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાને અાજે અા સામાન્ય સભા મળી હતી. જેમા ડીડીઅાે તેજસ પરમાર, ઉપપ્રમુખ હાર્દિકભાઇ કાનાણી, કારાેબારી ચેરમેન ઉષાબેન શેલડીયા સહિત તમામ સભ્યાે અને અધિકારીઅાે હાજર રહ્યાં હતા. સ્વભંડાેળની કુલ 896 લાખની અાવક સામે 798 લાખના ખર્ચનુ અાયાેજન બતાવાયુ હતુ. જયારે જિલ્લા પંચાયતનુ વિવિધ સરકારી યાેજના સહિતનુ 716.65 કરાેડનુ અંદાજપત્ર રજુ કરાયુ હતુ. જે સર્વાનુમતે મંજુર કરવામા અાવ્યું હતુ. જિલ્લા પંચાયતની સ્વભંડાેળની રકમમાથી અાગામી 14મી અેપ્રિલે ડાે.બાબાસાહેબ અાંબેડકર જયંતિની ઉજવણી કરવામા અાવશે તેવુ નક્કી કરાયુ હતુ. અમરેલી જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગ તૈયાર થઇ ગઇ છે. જિલ્લા પંચાયતની કાેંગ્રેસની અા બાેડીઅે બિલ્ડીંગનુ લાેકાર્પણ પણ કરી નાખ્યુ હતુ. જાે કે હજુ ફર્નિચરનુ કામ બાકી હાેવાના કારણે સતાવાર રીતે બિલ્ડીંગ સાેંપવામા અાવી નથી. જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાઅે અાક્ષેપ કર્યાે હતાે કે પાેતે દલિત હાેવાના કારણે તેમની સાથે ભેદભાવ કરવામા અાવી રહ્યાે છે અને તેમની અાેફિસ અા નવા બિલ્ડીંગમા શરૂ કરાઇ રહી નથી. જિલ્લામા અન્ય તમામ તાલુકા પંચાયતાેમા જુના ફર્નિચર સાથે જ નવી બિલ્ડીંગ કાર્યરત કરી દેવાઇ છે.

પ્રમુખે કહ્યું, દલિત હાેવાના કારણે ભેદ-ભાવ કરી અમને બિલ્ડીંગ સાેંપાતુ નથી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો