તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં ઉછીના નાણાં મુદ્દે 2 યુવાન વચ્ચે મારામારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામા રહેતા એક યુવકને પૈસા આપવા મુદ્દે બોલાચાલી કરી લોખંડની એકસેલ મારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.યુવક પર લોખંડની એકસેલ વડે હુમલાની આ ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના કેશવભાઇ ભનુભાઇ મકવાણા (ઉ.વ.28) નામના યુવકને ઘુઘાભાઇ દેવશીભાઇએ પૈસા આપવા મુદે લોખંડની એકસેલ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બારામા તેમણે સાવરકુંડલા શહેર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

જયારે આ જ મુદે ઘુઘાભાઇ દેવશીભાઇ ડાબસરા (ઉ.વ.35) નામના યુવકે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ઉછીના 200 રૂપિયા આપી દેવાની ઉઘરાણી કરતા અત્યારે મારી પાસે પૈસા નથી તેમ કહેતા અને રિક્ષાનુ ભાડુ આવશે એટલે આપી દઇશ તેમ કહ્યું હતુ જેથી ઉશ્કેરાઇ જઇ કેશાભાઇએ લોખંડની પાઇપ વડે મારમારી મુંઢ ઇજા પહોંચાડી હતી. વધુ તપાસ એએસઆઇ વી.પી.સોલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...