તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં મહિલાને ગાળો આપી ધમકી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમા સતીપરામા રહેતા અંબાબેન રણછોડભાઇ ચૌહાણે સીટી પોલીસમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે બબલુ મીઠાણી નામના શખ્સે ગાળો આપી અને તને મારી બાયડી બનાવીને આઠ દિવસ રાખીશ તેમ કહ્યું હતુ. આ ઉપરાંત ઉશ્કેરાઇ જઇ ઘરમાથી ધારીયુ લઇ આવી તુ મને ઓળખતી નથી જો તુ ગુરૂવારે સેવા આપવાનુ બંધ નહી કરે તો જાનથી મારી નાખીશ તેમ ધમકી પણ આપી હતી. જયારે આ જ મુદે રાબીયાબેન સુલેમાનભાઇ મીઠાણીએ નોંધાવેલી વળતી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘરના દરવાજા પાસે ગુરૂવાર હોવાથી જીગાભાઇ જલારામબાપાની પ્રસાદી ગરીબ લોકોને જમાડતા હતા જેથી અંબાબેનને કહેલ કે બધા મોટર સાયકલ મારા ઘર પાસે કેમ સરખા મુકાવતા નથી તેમ કહેતા અંબાબેન તેમજ જીગાભાઇએ લાકડી વડે મારમારી ગાળો આપી હતી.

અન્ય સમાચારો પણ છે...