તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઠીમા સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત કૃષિમંત્રી આર.સી.ફળદુએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાઠીમા સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત કૃષિમંત્રી આર.સી.ફળદુએ બીજી શ્રૃખલાનો ગાગડીયો નદી ઉપર તળાવ અને ચેકડેમો ઉંડા કરવાની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. તેમણે અહી જણાવ્યું હતુ કે ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સરકાર કટિબધ્ધ છે.

વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે રાજય સરકારે આરંભેલ સુજલામ સુફલામ જળ અભિયાનની બીજી શ્રૃખલાનો 23મીથી રાજય વ્યાપી આરંભ થયો છે. ઘણા વર્ષોથી તળાવને ઉંડા ન કરવાના કારણે સતત કાંપ ભરાતો હતો અને એટલે જળાશયોની સંગ્રહ શકિત ઘટી હતી. જળાશયોમાથી મોટા પ્રમાણમા કાંપ નીકળશે. આ કાંપથી ખેતી અને ખેડૂતોને ફાયદો થશે.

આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી સી.એમ.પાડલીયા, વી.વી.વઘાસીયા, કૌશિક વેકરીયા તેમજ લાઠીના આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો