તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલીયાના સલડીમાં વ્યાજબી ભાવના દુકાનદાર પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયા તાલુકાના સલડી ગામે રેશનીંગના દુકાનદાર પાસે ગામના જ એક શખ્સે બળજબરીથી આગળના માસનો માલ માંગી ઢીકાપાટુનો મારમારી ઘાયલ કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જયારે વલારડીમા આધેડ પર ગાળો બોલવાની ના પાડવા મુદે હુમલો થયો હતો.રેશનીંગના દુકાનદાર પર હુમલાની આ ઘટના લીલીયા તાલુકાના સલડી ગામે બની હતી. અહી પરેશભાઇ જયંતીભાઇ સેજપાલ વ્યાજબી ભાવની દુકાન ચલાવે છે. અહીનો જગદીશ દડુભાઇ ડેર નામનો શખ્સ આગળના માસનો રેશનીંગનો માલ લેવા માટે આવ્યો હતો. જે આ દુકાનદારે આપવાની ના પાડતા તે ગાળો દઇ હુમલો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે તેમણે લીલીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક ઘટનામા બાબરા તાલુકાના વલારડી ગામના પ્રેમજીભાઇ દાનાભાઇ પરમાર (ઉ.વ.48) નામના આધેડે પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા મહેશ કરશન પરમાર નામના શખ્સે તેમના પર હુમલો કરી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. બનાવ અંગે બાબરા પોલીસે ધોરણસરની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...