લીલીયા તાલુકા પંચાયત ખાતે આયોજન અંગે બેઠક

Liliya News - a meeting about planning at lilia taluka panchayat 031122

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:11 AM IST
લીલીયા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની અધ્યક્ષસ્થાને તાલુકાના વિકાસના કામો માટે આયોજન બાબતે એક બેઠકનુ આયોજન કરવામા઼ આવ્યું હતું.

લીલીયા તાલુકાના ગામડાના પ્રાથમિક, પીવાના પાણી, રોડ,ગંદા પાણીના નિકાલ માટે ગટર, પુર સંરક્ષણ દીવાલ વગેરે વિકાસના કામો માટે લીલીયા તાલુકા પંચાયતની કચેરીમાં ૮૧ લાખની ગ્રાંટ બાબતે તાલુકા આયોજની મીટિંગ બોલવામાં આવી હતી. જેમાં ગામડાના વિકાસના કામો માટે કામો અને ગ્રાંટ ગામ વાઇઝ ફાળવવામાં આવી હતી.

ફાળવણી સમયે પીવાના પાણીના કામોને પ્રાધાન્ય આપ્યું હતું. જેમાં પીવાના પાણી માટે કૂવો, બોર, પાઇપ લાઇન વગેરે કામો માટે ગ્રાન્ટ ફાળવી હતી.

આ આયોજની મીટિંગમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ ઇન્દુમતીબેન જીવરાજભાઈ પરમાર, અમરેલી જીલ્લા પંચાયતના સદસ્ય કેહુરભાઈ ભેડાં અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

X
Liliya News - a meeting about planning at lilia taluka panchayat 031122
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી