તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં ગાયત્રી મંદિરની સામે જ લાંબા સમયથી પાણીની પાઈપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં ગાયત્રી મંદિરની સામે જ લાંબા સમયથી પાણીની પાઈપ લાઈનનો વાલ્વ લીકજે જોવા મળી રહ્યો છે. જેના કારણે અહી દરરોજનું હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે વગર કારણે પાણી રસ્તા પર વહી રહ્યું છે. વહેલી તકે તંત્ર વાલ્વનું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠી છે.

શહેરમાં જિલ્લા જેલની બાજુમાં આવેલા ગાયત્રી મંદિર સામે જ છેલ્લા બે માસથી પાણીની પાઈપ લાઈનનો વાલ્વ લીકેજ જોવા મળી રહ્યો છે.

અહી દરરોજ શહેરમાં પાણી વિતરણ સમયે મોટા પ્રમાણમાં પાણી માર્ગો પર વહી રહ્યા છે. પણ તંત્રને પાણીનો વેડફાટ અટકાવવામાં રસ નથી તેવું ફલીત થઈ રહ્યું છે. ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા લોકોને રસ્તા પર પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીથી દરરોજ બાળકોને અભ્યાસ અર્થે પાણીમાંથી ચાલીને જવું પડે છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે અહીના લિકેજ વાલ્વનું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...