તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી સિવીલ હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 20 એપ્રીલના રોજ સિવીલ હોસ્પિટલ ખાતે હ્દય, કિડની, હાડકા , કરોડરજુ અને મગજના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટની એસ.સી.જી હોસ્પિટલના ડોકટરની ટીમ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં પ્રથમ વખત રાજકોટના ખ્યાતનામ ડોક્ટોર દ્વારા કિડની, હ્દય, હાડકા અને મગજનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 20 એપ્રીલના રોજ સાવેર 9 થી 1 કલાક સુધી સિવિલ હોસ્પિટલના પટ્ટાગણમાં યોજાશે.

રાજકોની એચસીજી હોસ્પિટલના હાડકા અને સાંધાના સર્જન ડો. વિવેક પટેલ, હદયરોગના સર્જન ડો. આમીર કાઝમી, કીડની , પથરી અને પેશાબને લગતા સર્જન ડો. સુશીલ કારીયા, મગજના અને કરોડરજુના સર્જન ડો. મયુર માત્રે અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહેશે.

ફ્રી નિદાન કેમ્પનું સંચાલન વસંતભાઈના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાંતાબા મેડિકલ કોલેજ અને સિવીલ હોસ્પિટલ દ્વારા જહેમત ઉઠાવવામા આવી રહી છે.

આ સિવીલ હોસ્પિટલ ખાતે યોજાનાર નિદાન કેમ્પ ભાગ લેવા આયોજકો દ્વારા અપિલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...