તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારી તાબાના ગોપાલગ્રામની સીમમા બે દિવસ પહેલા એક દિપડો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધારી તાબાના ગોપાલગ્રામની સીમમા બે દિવસ પહેલા એક દિપડો વાડીમા સુતેલા એક બે વર્ષના બાળકને ઉપાડી ફાડી ખાધાની ઘટનાએ આ પંથકના લોકોમા ફફડાટ ફેલાવી દીધો હતો. ત્યારે આ માનવભક્ષી દિપડાને પકડવા વનતંત્ર દ્વારા અહી પાંચ પાંજરા ગોઠવાયા હતા. આજે સવારે એક પાંજરામા આ દિપડો સપડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

માનવભક્ષી દિપડો પાંજરે પુરાયાની આ ઘટના ગોપાલગ્રામની સીમમા બની હતી. અહી બે દિવસ પહેલા વાડીમા ઘરની બહાર સુતેલા એભલ કિશોરભાઇ વાઘેલા (ઉ.વ.2) નામના બાળકને દિપડો ઉપાડી ગયો હતો અને દુર લઇ જઇ ફાડી ખાધો હતો. ઘટનાને પગલે અહી વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને દિપડાને પકડવા અહી પાંચ પાંજરા ગોઠવવામા આવ્યા હતા.આજે સવારે આ દિપડો એક પાંજરામા સપડાઇ જતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠા વિસ્તારમા વન્યપ્રાણીઓ અવારનવાર માનવ પર હુમલા કરે છે. હાલ ખેતીની પણ સિઝન ચાલી રહી હોય ખેડૂતો અને મજુરોમા સતત ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો