તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિતલમાં વીજશોકથી વેપારી યુવાનનું ઘટનાસ્થળે જ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી તાલુકાના ચિતલમાં એક વેપારી યુવાનનું વિજ શોક લાગવાથી ઘટનાસ્થળે જ મોત થયુ હતું જ્યારે ખાંભાના ખેડૂતનું ઝેરી દવાની અસરથી મોત થયુ હતું.

વિજ શોકથી યુવકના મોતની આ ઘટના અમરેલી તાલુકાના ચિતલમાં જીનપ્લોટ વિસ્તારમાં ગઇકાલે સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે બની હતી.

અહિં પ્રકાશ રવજીભાઇ ગોરખવા (ઉ.વ. 28) નામના યુવાનને પોતાના દુકાનના થડા પર લાઇટની જરૂર હોય તેના ભાઇ ભરતભાઇની દુકાનેથી વાયર ખેંચ્યો હતો. જો કે આ વાયર પતરામાં ઘસાયો હોય ક્રેક થયો હતો અને વરસાદ વરસતા જ તુટેલા વાયરના કારણે પતરામાં વિજ શોક લાગતા તેનું મોત થયુ હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. એએસઆઇ એ.એમ. પોપટાણી બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય એક ઘટનામાં ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં યાર્ડ પાછળ રહેતા મનુભાઇ નારણભાઇ રાઠોડ નામના કોળી આધેડ પોતાની વાડીમાં પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય ઝણ ઉડતા ઝેરી અસર થવાથી સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...