તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં બે સ્થળેથી ઇંગ્લીશ દારૂની 99 બાેટલ ઝડપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે સાવરકુંડલાના ગિરધરવાવ નજીક તેમજ ખાંભા રાજધાની ત્રણ રસ્તા નજીકથી ઈંગ્લીશ દારૂની 99 બોટલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલા પોલીસ આઈ.ટી.આઈ પાછળ વિસ્તારમાં દરોડો પાડયો હતો. અહીંથી પોલીસે ઈંગ્લીશ દારૂની 90 બોટલ મળી આવતા પોલીસે ગૌરીબેન ધરમશીભાઈ સોલંકી અને લાલાભાઈ ધરમશીભાઈ સોલંકી સામે કાર્યવાહી કરી હતી. અહીંથી પોલીસે ત્રણ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતાે. બનાવ અંગે એ.એસ.આઇ વાઢેર તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે ખાંભા પોલીસે રાજધાની ત્રણ રસ્તા નજીકથી પસાર થઇ રહેલા એક મોટરસાઇકલ રોકી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 9 બોટલ મળી આવી હતી. પોલીસે નવલસિંહ વાળા તેમજ રાજભા માલાભાઈ ગોહિલ નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે માહિતી 46 હજારનો મુદ્દામાલ કબજે લીધુ હતું એએસઆઇ ટાંક વધુ તપાસ ચલાવી રહ્યા છે.

પાેલીસે 46 હજારનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી કરી

અન્ય સમાચારો પણ છે...