તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી, બગસરા, કુંકાવાવનાં 9 જુગારીઓ રૂપિયા 8.38 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી કુંકાવાવ રોડ પર માંગવાપાળ તરફ જવાના રસ્તે નારાયણ જીન મિલના સામેના વિસ્તારની એક વાડીમા જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે અમરેલી એલસીબીએ દરોડો પાડયો હતો. જેને પગલે અહીથી નવ જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે જુગાર દરમિયાન તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ સહિત કુલ રૂપિયા 8,38,870નો મુદામાલ કબજે લીધો હતો.

જુગાર રમતા જે શખ્સો ઝડપાયા તેમા અમરેલીના ઓમનગરમા રહેતા અલ્પેશ જયંતિભાઇ ગઢીયા, બગસરામા ગાયત્રી મંદિર પાછળ રહેતા કાળુ રણછોડભાઇ રાદડીયા,ગોકળપરામા રહેતા રિતેશ વિઠ્ઠલભાઇ બાબરીયા, અમરેલીના ભોજલપરામા રહેતા ગુલાબ લાલજીભાઇ ચોવટીયા, ઢસાના રમેશ પબાભાઇ ખેર અને અજીત કરશનભાઇ કટારીયા, બગસરામા મેઘાણી હાઇસ્કુલ પાછળ રહેતા વિપુલ મનસુખભાઇ ગોંધીયા, કુંકાવાવમા મેઇન બજારમા રહેતા મેહુલ હિમતભાઇ સુખડીયા સમાવેશ થાય છે. અમરેલી તાલુકા પીએસઆઇ જે.એલ.ઝાલાએ આગળની તપાસ શરૂ કરી છે. તસવીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો