તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણાવાવ ગામમાં પોલીસ પર હુમલો કરનાર 7 શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલાલા નજીક માણાવાવમા પોલીસ કર્મચારી પર ફરજ દરમિયાન હુમલો કર્યાના કેસમા નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસે સાત શખ્સોને માણાવાવની સીમમાથી ઝડપી લીધા હતા.

ચલાલા પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં.-રર/ર૦૧૯ ઇ.પી.કો. કલમ ૧૮૬,પ૦૪,૩૩ર,૩૪ ૩પ૩,૩૪૧,૩૪૨,૩૯૫,૩૯૭ તથા GP Act કલમ-૧૩૫ મુજબના ગુન્હા કામે નાસતા-ફરતા આરોપીઓ જેઓએ પોલીસ કર્મચારી ઉપર ચાલુ ફરજ દરમ્‍યાન હુમલો કર્યો હતો. પોલીસવડા નિર્લિપ્ત રાયે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ એક સીટની રચના કરી હતી. જેમા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી, સાવરકુંડલા ડિવીઝન તથા એલ.સી.બી.-એસ.ઓ.જી. તથા ચલાલા પીએસઆઇની અલગ-અલગ ટીમો બનાવવામા આવી હતી.તપાસ દરમિયાન ચલાલા પીએસઆઇ જી.જે.મોરી તથા એસઓજી પીએસઆઇ આર.કે.કરમટા તથા સ્ટાફને બાતમી મળી હતી કે આ શખ્સો માણાવાવ ગામની સીમમા છુપાયા હોય કોમ્બીંગ કરી બાબુભાઇ ઓઢભાઇ વાળા, ગટુભાઇ ઓઢાભાઇ વાળા, જોરૂભાઇ ઓઢાભાઇ વાળા, શીવરાજભાઇ બાબભાઇ વાળા, હનુભાઇ બાબભાઇ વાળા, જસકુભાઇ હમકુભાઇ વાળા અને સુરેશભાઇ ચંદુભાઇ ઠાકોરને ઝડપી લીધા હતા. પોલીસે તમામને રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...