આડા સંબંધમાં યુવકની હત્યામાં ઝડપાયેલા 6 શખ્સ રિમાન્ડ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના કલોરાણા ગામે પરિણિતા સાથે આડા સંબંધના ફળ સ્વરૂપે યુવકની હત્યા કરી લાશને કુવામા ફેંકી દીધાની ઘટનામા ગઇકાલે પરિણિતાના પતિ સહિત પાંચની ધરપકડ કરાયા બાદ આજે આ પરિણિતાની પણ ધરપકડ કરવામા આવી હતી અને તમામ છ આરોપીઓને પોલીસે આગામી 10મી તારીખ સુધી રિમાન્ડ પર લીધા છે.

કલોરાણાના રમેશ છગન સાંકળીયા (ઉ.વ.22) નામના યુવકની ઘાતકી હત્યામા સંડોવાયેલા તમામ છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ચુકયા છે. ગઇકાલે અમરેલી એલસીબીએ આ બારામા અશ્વિન ગોરધન વાહાણી, રાજેશ ભોળા વાહાણી, અજય અરવિંદ વાહાણી, માવજી મોહન ધોરાળીયા અને વિપુલ મોહન ધોરાળીયા નામના શખ્સોની ધરપકડ કરી હતી. જેની હત્યા થઇ હતી તે રમેશ સાંકળીયાને અશ્વિન ગોરધન વાહાણીની પત્ની નીમુ સાથે આડો સંબંધ હતો.

રમેશે નીમુને મોબાઇલ લઇ આપ્યો હોય જેની જાણ અશ્વીનને થતા કાવતરૂ ઘડી રાત્રીના સમયે અવાવરૂ જગ્યાએ તેને બોલાવી માથામા ધોકાના ઘા મારી હત્યા કરાઇ હતી અને લાશને પથ્થર અને ચાદર વડે બાંધી કુવામા ફેંકી દેવાઇ હતી. જેમા છ શખ્સોની સંડોવણી હતી. પાંચની ગઇકાલે ધરપકડ કરાયા બાદ આજે બાબરા પોલીસે અશ્વિનની પત્ની નીમુની પણ ધરપકડ કરી હતી. પીએસઆઇ ગીતાબેન આહિરે આ તમામ આરોપીઓને રિમાન્ડની માંગ સાથે અદાલતમા રજુ કરતા અદાલતે આગામી 10મી તારીખ સુધી તેમને રિમાન્ડ પર લેવા હુકમ કર્યો છે. રિમાન્ડ દરમિયાન હત્યામા વપરાયેલ હથિયારો, મોટરસાયકલ વિગેરે કબજે લેવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...