તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 12ની પરીક્ષામાં અમરેલીમાં 6 કોપીકેસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જીલ્લામાં ધો. 10-12ની પરીક્ષા ચાલી રહી છે. આજે ધો. 12ની સવારના સમયે એસપીસીસીની પરીક્ષામાં 4488 માંથી 4423 વિદ્યાર્થી હાજર રહ્યા હતાં. જ્યારે 65 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં. આ પરીક્ષા દરમિયાન અમરેલીના ધરમનગરમાં આવેલી સ્વામીનારાયણ સ્કૂલમાં ત્રણ છાત્રો સામે કોપીકેસ કરવામાં આવ્યા હતાં. ભાવનગરની સ્ક્વોડ દ્વારા આ કોપીકેસ કરાયા હતાં. આ ઉપરાંત ભુગોળના વિષયમાં 3613 વિદ્યાર્થી હાજર રહ્યા હતા જ્યારે 130 ગેરહાજર રહ્યા હતાં.

બપોર બાદ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં લેવાયેલા ગુજરાતી, સંસ્કૃત અને કોમ્પ્યુટર વિષયની પરીક્ષામાં પણ ત્રણ કોપીકેસ આ જ સ્કૂલમાં કરવામાં આવ્યા હતાં. ધો. 10 અને 12ની પરીક્ષામાં માત્ર એક જ સ્કૂલમાં કોપીકેસ થઇ રહ્યા છે. અગાઉ પણ અહિં નવ કોપીકેસ કરાયા હતાં.

માત્ર એક જ સ્કૂલમાં થઇ રહ્યાં છે કોપીકેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો