અમરેલીના સણોસરા ગામે તળાવ ઉંડુ ઉતારવા માટે 50 લાખનો લોકફાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીથી 20 કિમી દુર આવેલા સણોસરા ગામ માત્ર 1208ની વસતિ ધરાવે છે. પણ આ ગામમાં પાણી, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચના કામો માટે અહીં લોકભાગીદારી સક્રીય જોવા મળી રહી છે. આ ગામમાં આવેલું તળાવ ઉંડુ ઉતારવા માટે 50 લાખનો લોકફાળો એકત્રીત કરવામાં આવી એક ગામ કેવું હોવું જોઇએ તેની અનુભુતી કરાવી હતી.

અમરેલીના સણોસરા ગામમાં દરેક જ્ઞાતિના લોકો વસવાટ કરી રહ્યાં છે. પરંતુ દરેક વર્ણના લોકો નાત જાતના વાડા ભુલી ગામની સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચયના કામમાં ઉમેળકાભેર જોડાયા છે. આ ગામના જ યશસ્વી ગૃપના માલિક મનોજભાઈ લાખાણીએ નવયુવાનોને એકત્રીત કરી ગામને એક આદર્શ ગામ બનાવવાનું નક્કી કર્યું હતું. આ વિચારને ગામજનોએ આવકાર્યો હતો. પણ આદર્શ ગામ બનાવવા માટે ગામમાં સ્વચ્છતા શરૂ હોવી જોઇએ. જેના પગલે ગામલોકોએ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે આખા ગામની સફાઈ કરવામાં આવે છે. તેમજ અહીં દરેક જગ્યાપર કચરા પેટીઓ પણ ગામલોકોએ જાતે જ મુંકી છે. ગામમાં પશુ પક્ષીઓ માટે ચબુતરા પણ નજરે જોવા મળી રહ્યા છે. પણ આગામમાં 500 થી 1000 ફુટ ઉંડો બોર કરવા છતાં પણ પાણીની સમસ્યા જોવા મળતી હતી. જેના પગલે ગામ લોકોએ ગામમાં જળસંચય માટે તળાવ ઉંડુ ઉતારવાનું નક્કી કર્યું હતું . કામનો સવજીભાઈ ધોળકિયાના હસ્તે પ્રારંભ કરવામા આવશે.

1.25 લાખ ઘનમીટર માટી નિકળશે
અહી 50 લાખના ખર્ચે તળાવ ઉંડુ ઉતારવાના કામનો આરંભ થનાર છે. ત્યારે આ કામમા આશરે 1.25 લાખ ઘનમીટર માટી નીકળવાની છે. જેનાથી વિપુલ માત્રામા જળસંગ્રહ થશે. વરસાદી પાણી ભુગર્ભમા ઉતરવાથી જળસ્તર ઉંચા આવશે જે સણોસરાને હરીયાળુ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...