તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડીયામાં શિક્ષિકાને બેસવા બોલાવવા પર 4 નો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયામાં એક શિક્ષીકાને બેસવા બોલાવવાનંુ મનદુખ રાખી ચાર શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બારામા તેમણે વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

વડીયામાં રહેતા મિનાક્ષીબેન દાનાભાઈ મારૂની બાજુમાં રહેતા લલીતાબેન તેમને અવારનવાર તેમની પાસે ઓટલે બેસવા માટે બોલાવતા હતા. ત્યારે શિક્ષીકાએ તેમને તેમની સાથે વહેવાર રાખવો નથી તેવું કહેતા લલીતાબેન, માનસ, શ્વાતીબેન અને લાભુબેન ઉશ્કેરાઈ ગયા હતા. વહેવાર રાખવાની ના કેમ પાડી તેમ કહી ચારેય જણાએ મિનાક્ષીબેનને ધક્કો મારી ઈજા પહોંચાડી હતી.

જેના પગલે તેમને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બારામા તેમણે વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...