તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠી પોસ્ટ ઓફિસમાં એક જ દિવસે 288 બચત ખાતા ખોલ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠી પોસ્ટઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ અંતર્ગત એક જ દિવસમાં 288 એકાઉન્ટ ખોલી સરાહનીય કામગીરી કરી હતી. અહી જામબરવાળાની એક શાળામાં વિદ્યાર્થીનીઓને મોબાઈલ બેકીંગની સેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લાઠી પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ અંતર્ગત જિલ્લા પોસ્ટ સુપ્રિટેન્ડન્ટ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આઈ.પી.પી.બીના હેડ અરૂણભાઈ અને સલીમભાઈ મલેક અને નિનામા વિગેરેએ જામબરવાળા ખાતે આવેલ વી.એન.પટેલ કલ્યાણ વિદ્યાલયની 288 વિદ્યાર્થીનીઓના ડીઝીટલ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. અહી તેમને બચતના રોકાણ અંગે સમજણ આપવામાં આવી હતી. અહી તેમને ડિઝીટલ ઈન્ડિયાને સાર્થક કરવા માટે મોબાઈલથી બેકીંગ કરવા સુચવવામાં આવ્યું હતું. વિનોદ જયપાલ

અન્ય સમાચારો પણ છે...