સાવરકુંડલામાં 25મો સમુહ લગ્નોત્સવ યોજાયો

Savarkundla News - 25th group celebration held in savarkundla 034629

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:46 AM IST
સાવરકુંડલામાં દશનામ ગોસ્વામી સાધુ સમાજના ૨૫માં રજતજયંતિ સમુહલગ્નોત્સવ યોજાયા હતા. જેમાં સમાજના આઠ નવ દંપતીએ પ્રભુતામાં પગાલા પાડી નવા જીવનની શરૂઆત કરી હતી. આ સમુહ લગ્નને સફળ બનાવવા માટે દશનામ ગોસ્વામી સમાજએ જહેમત ઉઠાવી હતી. જેમાં સમાજના આઠ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજ દ્વારા આઠ દિકીરઓને કરીયાવર પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત માંથી ગોસ્વામી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૨૫માં સમુહલગ્નોત્સવમાં આઠ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સંતો- મહંતો અને કથાકારો અને યજમાન મહેશભાઈ સુદાણી, કાળુભાઈ વિરાણી, કથાકાર મુકેશભારથી બાપુ, જ્ઞાતિ અગ્રણી ડો.મનિષગીરી, રમેશપરી ત્રાકુંડા, વિશાલભારથી, હીંમતગીરી, ગુણવંતપરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમીતગીરી ગોસ્વામી, પ્રકાશગીરી ગોસાઈ, ઉમેશભારથી જેસર, અર્જુનગીરી, જયદીપ ગોસાઈએ જહેમત ઉઠાવી હતી.

X
Savarkundla News - 25th group celebration held in savarkundla 034629
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી